રેલવે સ્ટેશનનું નામ નવાપુર સ્ટેશન છે, જે સુરત-ભુસાવલ લાઈન પર આવે છે.
આ સ્ટેશન અડધુ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં આવે છે અને અડધુ ગુજરાતના તાપી જિલ્લામાં આવે છે.
800 મીટર લાંબુ આ રેલવે સ્ટેશન પૈકી 500 મીટર ગુજરાતમાં અને 300 મીટર મહારાષ્ટ્રમાં આવે છે.
આ રેલવે સ્ટેસન ખાતે અનાઉન્સમેન્ટ અંગ્રેજી, હિન્દી, મરાઠી અને ગુજરાતીમાં થાય છે.
અહીં ટિકિટ કાઉન્ટર અને પોલીસ સ્ટેશન મહારાષ્ટ્રમાં અને સ્ટેશન માસ્ટરની ઓફિસ ગુજરાતમાં આવેલ છે.