Drumstick Soup Recipe: શિયાળામાં સરગવાનો સૂપ ઘરે બનાવો


By Vanraj Dabhi19, Dec 2024 11:07 AMgujaratijagran.com

સરગવાનો સૂપ

શિયાળામાં હેલ્ધી રહેવા માટે લોકો અલગ-અલગ પ્રકારના સૂપ ટ્રાય કરતા હોય છે, પરંતુ શું તમે ક્યારેય સરગવાનો સૂપ ટ્રાય કર્યો છે, આ રીતે તમે ઘરે બનાવી શકો છો.

સામગ્રી

સરગવો, પાણી, મીઠું, કોથમરી, બટર, લસણ, મરીનો પાવડર.

સ્ટેપ- 1

સૌ પ્રથમ સરગવાને ધોઈનેના ટુકડા કરી ઉપરની છાલ કઢી લો.

સ્ટેપ- 2

હવે એક પેનમાં પાણી ગરમ કરવા મૂકો અને તેમાં મીઠું અને સરગવાના ટુકડા ઉમેરીને ગરમ કરો.

સ્ટેપ- 3

હવે તે સારી રીતે બફાઈ જાય પછી થોડીવાર ઠંડો થયા પછી તેની અંદરથી પલ્પ ચમચી વડે કાઢી લો.

સ્ટેપ- 4

હવે એક મિક્સર જારમાં સરગવાનો પલ્પ અને કોથમરી નાખીને ગ્રાઈન્ડ કરી લો.

સ્ટેપ- 5

હવે એક પેનમાં એક ચમચી બટર ગરમ કરી તેમાં લસણ સાંતળીને સરગવા કોથમરીની પેસ્ટ ઉમેરીને મિક્સ કરો.

સર્વ કરો

હવે તેમાં સરગવો બાફવા મૂક્યો હતો તે પાણી ઉમેરી તેમાં મરીનો પાવડર મિક્સ કરીને તમે ગરમા-ગરમ સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Dhokla Recipe: ટેસ્ટી અને પોચા અલગજ પ્રકારના ઢોકળા તમે નહીં ખાધા હોય