શિયાળામાં ખજૂર પાક ખાવાની અલગ મજા છે, ઘણાય લોકો શિયાળામાં ખજૂરના બિસ્કિટ, ખજૂર રોલ વગેરે બનાવતા હોય છે, તમે ખજૂર પાક ઘરે બનાવી શકો છો.
ખજૂર, ઘી, કાજુ, બદામ, અખરોટ, કિસમિસ, પીસ્તા, ખસખસ, તરબૂચના બી, સૂકુ નારિયેળ, એલચી પાઉડર, ઘી, દૂધ.
સૌ પ્રથમ ખજૂરમાથી ઠળીયા કાઢી લો.
હવે એક મિક્સર જારમાં કાજુ, બદામ , અખરોટ અને પિસ્તાને બારિક સમારી પછી એક પેનમા ઘી ગરમ કરી ડ્રાઈફ્રુટ્સને શેકી લો.
હવે એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં ખજૂર નરમ થાય ત્યાં સુધી પકાવી લો.
હવે બીજા પેનમાં થોડું દૂધ, મિલ્ક પાવડર, ખજૂર સાથે મિક્સ કરી પછી તેમા શેકેલા ડ્રાઈફ્રુટ્સ અને એલચી પાવડર ઉમેરીને બધુ બરાબર મિક્સ કરો.
હવે આ મિશ્રણને એક પ્લેટમાં કાઢી ફેલાવીને છરી વડે ચોરસ ટુકડા કરી લો.
તૈયાર છે ખજૂર પાક તમે શિયાળામાં આ રેસીપી અજમાવી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.