Ahmedabad Weather Forecast: વીકેન્ડમાં અમદાવાદનું હવામાન કેવું રહેશે?, જાણો આગામી 10 દિવસનું લેટેસ્ટ વેધર અપડેટ

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી અનુસાર આજે અમદાવાદમાં પવન સાથે છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 07 Aug 2026 06:30 AM (IST)Updated: Fri, 07 Aug 2026 06:30 AM (IST)
ahmedabad-weather-forecast-today-and-tomorrow-august-7-2026

Ahmedabad Weather Forecast Today and Tomorrow | આજનું અમદાવાદનું હવામાન (7 ઓગસ્ટ 2026): અમદાવાદમાં આજે હવામાન વિભાગ દ્વારા પવન સાથે છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. શહેરનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી રહેવાની સંભાવના છે. આગામી 8 થી 12 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની કોઈ ચેતવણી નથી, પરંતુ હળવા વરસાદી ઝાપટાં વરસી શકે છે. જોકે, 13 થી 16 ઓગસ્ટ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની સાથે ક્યાંક ધોધમાર વરસાદ પણ જોવા મળી શકે છે. આ સમયગાળા દરમિયાન ભેજનું પ્રમાણ પણ ઊંચું રહેશે.

અમદાવાદમાં આજે કેવું રહેશે હવામાન?

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી અનુસાર આજે અમદાવાદમાં પવન સાથે છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. 8થી 12 ઓગસ્ટ દરમિયાન પણ શહેર કે જિલ્લામાં ભારે વરસાદ થવાની કોઇ ચેતાવણી હાલ આપવામાં આવી નથી, જોકે છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદી ઝાપટાં વરસી શકે છે. હવામાન વિભાગના નેશનલ વેધર ફોર મીડિયમ રેન્જ ફોરકાસ્ટિંગ અનુસાર 13થી 16 ઓગસ્ટ દરમિયાન અમદાવાદમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. ક્યાક ધોધમાર વરસાદની પણ શક્યતા છે.

અમદાવાદમાં આજે કેટલું રહેશે તાપમાન?

અમદાવાદ શહેરના મહત્તમ અને લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો આજે મહત્તમ તાપમાન 33 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી રહી શકે છે. 12 ઓગસ્ટ સુધી શહેરમાં મહત્તમ તાપમાન 33થી 34 ડિગ્રીની આસપાસ અને લઘુત્તમ તાપમાન 25થી 26 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. શહેરમાં 7થી 12 ઓગસ્ટ દરમિયાન ભેજનું પ્રમાણ મહત્તમ(સવારે) 80થી 83 અને લઘુત્તમ(રાત્રે) 65થી 75ની આસપાસ રહી શકે છે.

રાજ્યના અન્ય જિલ્લાઓમાં અંગે શું છે આગાહી

8 અને 9 ઓગસ્ટ દરમિયાન સાબરકાંઠા, અરવલ્લી, વાવ-થરાદ, બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે અમદાવાદ સહિત રાજ્યના અન્ય જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગના નેશનલ વેધર ફોર મીડિયમ રેન્જ ફોરકાસ્ટિંગ અનુસાર 10થી 16 ઓગસ્ટ દરમિયાન વલસાડ, નવસારી, ડાંગ, તાપી, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, વડોદરા, ખેડા, બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ભરૂચ, સુરત, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, વાવ-થરાદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી ધોધમાર વરસાદ વરસી શકે છે.

અમદાવાદ જિલ્લામાં સિઝનનો કુલ વરસાદ વરસ્યો

ચોમાસું 2026ની સિઝનમાં અત્યારસુધીમાં અમદાવાદ જિલ્લામાં તાલુકાવાર સિઝનનો કેટલો વરસાદ પડ્યો તેની વિગતો અહીં કોષ્ટકમાં આપવામાં આવી છે.

તાલુકા એવરેજ વરસાદ(1996-2025) સિઝનનો વરસાદ વરસાદની ટકાવારી
અમદાવાદ શહેર 826 591 71.55
બાવળા 669 510 76.23
દસક્રોઈ 626 542 86.58
દેત્રોજ-રામપુરા 570 514 90.18
ધંધુકા 750 796 106.13
ધોલેરા 702 313 44.59
ધોળકા 741 789 106.48
માંડલ 500 540 108
સાણંદ 779 431 55.33
વિરમગામ 604 718 118.87
જિલ્લાનો સરેરાશ 676.7 574.4 84.88