Gujarat Weather Live: આજે ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા, 8 ઓગસ્ટથી ભારે વરસાદનો માહોલ સર્જાશે

8 અને 9 ઓગસ્ટ દરમિયાન સાબરકાંઠા, અરવલ્લી, વાવ-થરાદ, બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 07 Aug 2026 06:00 AM (IST)Updated: Fri, 07 Aug 2026 06:00 AM (IST)
gujarat-weather-forecast-live-updates-7-august-2026-imd-alert-monsoon-thunderstorm-and-rain-in-state

Gujarat Weather Forecast Live Updates (7 August 2026) | આજનું હવામાન વરસાદ: ગુજરાતમાં હજી બે દિવસ હળવો વરસાદી માહોલ રહેશે. જોકે ત્યારબાદ રાજ્યમાં ફરી મેઘાવી માહોલ જામી શકે છે. હવામાન વિભાગ અનુસાર, આજે રાજ્યમાં સાર્વત્રિક હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. 8 અને 9 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. 13થી 16 ઓગસ્ટ દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવોથી ધોધમાર વરસાદ વરસી શકે છે.

આજની શું છે હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ અનુસાર, આજે 7 ઓગસ્ટ 2026ના રોજ અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં કેટલાક સ્થળોએ જ્યારે બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

8 અને 9 ઓગસ્ટે કયા જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતાવણી

8 અને 9 ઓગસ્ટ દરમિયાન સાબરકાંઠા, અરવલ્લી, વાવ-થરાદ, બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

10થી 12 ઓગસ્ટની વરસાદ અંગે શું છે આગાહી

10થી 12 ઓગસ્ટ 2026ના રોજ બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

13થી 16 ઓગસ્ટ કેવો રહેશે મેઘાવી માહોલ

હવામાન વિભાગના નેશનલ વેધર ફોર મીડિયમ રેન્જ ફોરકાસ્ટિંગ અનુસાર 13થી 16 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં હળવોથી મધ્યમ અને કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન વલસાડ, નવસારી, ડાંગ, તાપી, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, વડોદરા, ખેડા, બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ભરૂચ, સુરત, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, વાવ-થરાદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી ધોધમાર વરસાદ વરસી શકે છે.

Ahmedabad Weather: અમદાવાદમાં આજે કેવું રહેશે હવામાન

અમદાવાદમાં આજના હવામાનની વાત કરીએ તો આજે અમદાવાદમાં પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી રહી શકે છે.

Rajkot Weather: રાજકોટમાં આજે કેવું રહેશે હવામાન

રાજકોટના આજના હવામાનની વાત કરીએ તો આજે રાજકોટમાં વાદળછાયું વાતાવરણ રહેશે. શહેર અને જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદી માહોલ જોવા મળી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી રહી શકે છે.

Surat Weather: સુરતમાં આજે કેવું રહેશે હવામાન

સુરતના આજના હવામાનની વાત કરીએ તો આજે સુરતમાં પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સુધી રહી શકે છે.

Vadodara Weather: વડોદરામાં આજે કેવું રહેશે હવામાન

વડોદરામાં આજના હવામાનની વાત કરીએ તો આજે વડોદરામાં પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. શહેરમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સુધી રહી શકે છે.