Gujarat Weather Forecast: હવામાન વિભાગનું ત્રણ કલાકનું માવઠાનું એલર્ટ, બનાસકાંઠા, પાટણ, બોટાદમાં કમોસમી વરસાદની શક્યતા

બનાસકાંઠા, પાટણ, બોટાદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 30 Apr 2026 07:42 PM (IST)Updated: Thu, 30 Apr 2026 07:42 PM (IST)
gujarat-weather-alert-imd-issues-3-hour-unseasonal-rain-forecast-in-banaskantha-patan-botad

Gujarat Weather Forecast: ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી આગ ઝરતી ગરમી પડી રહી હતી અને હવામાન વિભાગે આજથી રાજ્યમાં મહત્તમ તાપમાનમાં ઘટાડાનું અનુમાન કર્યું હતું ત્યારે ફરી માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર આગામી ત્રણ કલાક દરમિયાન રાજ્યના ત્રણ જિલ્લાઓમાં હળવોથી મધ્યમ કમોસમી વરસાદ થઇ શકે છે.

હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી

હવામાન વિભાગ અનુસાર આગામી ત્રણ કલાક દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, પાટણ, બોટાદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

અમદાવાદમાં કેવું રહેશે હવામાન

સ્થાનિક હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અમદાવાદ શહેરમાં આગામી દિવસોમાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે. શહેરમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચવાની પ્રબળ શક્યતા છે. 30 એપ્રિલ 2026 ના રોજ અમદાવાદનું મહત્તમ તાપમાન 41.7 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા 0.1 ડિગ્રી વધુ છે. જ્યારે લઘુત્તમ તાપમાન 27.6 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા 1.5 ડિગ્રી વધારે છે. શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ સવારે 61 % અને સાંજે 34 % નોંધાયું હતું.

આગામી પાંચ દિવસની આગાહી

હવામાન વિભાગના વિશ્લેષણ મુજબ, ઉત્તર પાકિસ્તાન અને તેની આસપાસના કાશ્મીર ક્ષેત્ર પર સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, જે સમુદ્ર સપાટીથી 3.1 થી 5.8 કિમીની ઊંચાઈ પર સ્થિત છે. આ સાથે જ નીચલા સ્તરે પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે. આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તામપાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જોકે આગામી 5 દિવસ દરમિયાન રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ રહેવાની શક્યતા છે.

આજે કયા શહેરમાં કેટલો રહ્યો ગરમીનો પારો

શહેર મહત્તમ તાપમાન (C) લઘુત્તમ તાપમાન (C)
અમદાવાદ 41.7 27.6
ડીસા 40 26.2
ગાંધીનગર 41 27
વલ્લભ વિદ્યાનગર 40.3 26.2
વડોદરા 39.8 27.4
સુરત 33.8 27.4
ભુજ 40 26.8
નલિયા 36.4 27.5
કંડલા પોર્ટ 36.3 27.5
અમરેલી 40.7 24
ભાવનગર 40.4 24
દ્વારકા 31.7 27
ઓખા 34.2 26.4
પોરબંદર 34.7 27.2
રાજકોટ 42.4 25.5
વેરાવળ 31.3 28.1
સુરેન્દ્રનગર 42 27.8
મહુવા 33.4 25.1
કેશોદ 37 25.7