Gujarat Weather Forecast Today and Tomorrow: આજનું અને આવતીકાલનું હવામાન: છેલ્લા ચાર-પાંચ દિવસથી ગુજરાતમાં વરસાદની પાંખી હાજરી જોવા મળી છે. અમુક સ્થળોને બાદ કરતા સમગ્ર રાજ્યમાં વરસાદ વરસ્યો નથી. જોકે બે દિવસ બાદ ફરી રાજ્યમાં મેઘાવી માહોલની જમાવટ જોવા મળી શકે છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, આજે અને આવતીકાલે હળવોથી મધ્યમ વરસાદ થશે. 8 અને 9 ઓગસ્ટના રોજ રાજ્યમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે.
આજે કેવો રહેશે વરસાદી માહોલ
હવામાન વિભાગ અનુસાર આજે 6 ઓગસ્ટ 2026ના રોજ બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
7 ઓગસ્ટની શું છે હવામાન વિભાગની આગાહી
7 ઓગસ્ટ 2026ના રોજ અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં કેટલાક સ્થળોએ જ્યારે બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
8 ઓગસ્ટે કયા જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતાવણી
8 ઓગસ્ટ 2026ના રોજ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતાવણી છે. જ્યારે પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. તેમજ મોટાભાગના વિસ્તારોમાં મેઘગર્જનાની ચેતાવણી પણ આપવામાં આવી છે.
9 ઓગસ્ટે કયા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
9 ઓગસ્ટ 2026ના રોજ વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતાવણી છે. જ્યારે પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. તેમજ મોટાભાગના વિસ્તારોમાં મેઘગર્જનાની ચેતાવણી પણ આપવામાં આવી છે.
10 અને 11 ઓગસ્ટની વરસાદ અંગે શું છે આગાહી
10 અને 11 ઓગસ્ટ 2026ના રોજ બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફ તરીકે સક્રિય
હવામાન વિભાગ અનુસાર, હાલમાં મોનસૂન ટ્રફ ફિરોઝપુર, રોહતક અને કાનપુર થઈને બંગાળની ખાડી તરફ પસાર થઈ રહ્યો છે. આ ઉપરાંત, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફ તરીકે સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઊંચાઈએ સક્રિય છે. આ સિસ્ટમોની અસર હેઠળ નીચલા સ્તરે દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે.
