Gujarat Weather Forecast Today and Tomorrow: આજનું અને આવતીકાલનું હવામાન: ગુજરાતમાં આવતીકાલથી ફરી મેઘાવી માહોલ જામી શકે છે. હવામાન વિભાગ દ્વારા બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાત IMD અનુસાર, આજે રાજ્યમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. જ્યારે 8 અને 9 ઓગસ્ટના રોજ ભારે વરસાદની શક્યતા ઉત્તર ગુજરાતમાં છે. ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા સહિતના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. 10થી 13 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં મધ્યમ વરસાદી માહોલ રહી શકે છે.
આજે હળવોથી મધ્યમ વરસાદની શક્યતા
હવામાન વિભાગ અનુસાર, આજે 7 ઓગસ્ટ 2026ના રોજ વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં કેટલાક સ્થળોએ જ્યારે વાવ-થરાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી. મહીસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
8 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
8 ઓગસ્ટ 2026ના રોજ વાવ-થરાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, અમદાવાદ, ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
9 ઓગસ્ટે કયા જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા
9 ઓગસ્ટ 2026ના રોજ દાહોદ, પંચમહાલ, મહીસાગર, અવલ્લી, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, વાવ-થરાદ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, આણંદ, ખેડા, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, મોરબી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
10થી 13 ઓગસ્ટ કેવો રહેશે વરસાદી માહોલ
10થી 13 ઓગસ્ટ દરમિયાન વાવ-થરાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, ખેડા, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, મોરબી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
