Palanpur City Bus Service: બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં 15 વર્ષ બાદ સિટી બસ સેવા ફરી શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી શહેરી બસ સેવા શરૂ થતાં શહેરમાં ઉદ્ભવતી ટ્રાફિકની સમસ્યાથી થોડોક છૂટકારો મળશે. આ બસ સેવા 6 અલગ-અલગ રૂટ પર ચાલુ કરવામાં આવી છે. 6 રૂટ પર 9 સિટી બસ દોડાવવામાં આવી રહી છે. ગઇકાલે વિધિવત રીતે આ બસ સેવા શરૂ કરવામાં આવી હતી.
પાલનપુર શહેરમાં સતત વધી રહેલી ટ્રાફિકની સમસ્યાને લઇને છેલ્લા કેટલાક સમયથી નગરજનો દ્વારા સિટી બસ સેવા શરૂ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી હતી. જેને ધ્યાનમાં લઇને આ બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના એરોમા સર્કલ, દિલ્હી ગેટ સહિતના વિસ્તારોના બસના 6 અલગ-અલગ રૂટમાં સમાવી લેવાયા છે. કુલ શહેરના 7 કિ.મી.ના ત્રિજ્યામાં આવતા વિસ્તારોને આ બસ સેવાનો સીધો લાભ મળશે.
આ બસ સેવાના પ્રારંભિક તબક્કે એક સપ્તાહ સુધી પાલનપુરની મહિલાઓ મફત મુસાફરીનો લાભ મેળવી શકશે. તેમજ બોર્ડ એક્ઝામ આપવા આવી રહેલા વિદ્યાર્થીઓને પણ આ બસમાં મફત મુસાફરી કરવા મળશે. અહીં કયા 6 અલગ-અલગ રૂટ પર આ બસ સેવા શરૂ કરવામાં આવી છે તેની વિગતો આપવામાં આવી છે.
આ પણ વાંચો
કયા કયા રૂટ પર સિટી બસો દોડશે
- આકેસણ ફાટક, એરોમા સર્કલ, ન્યુ બસ પોર્ટ, કોઝી, ગુરુનાનક ચોક, સુરેશ મહેતા ચોક, ગલબા કાકાના સ્ટેચ્યુ, વીરબાઈ ગેટ, જહાનારા બાગ, આદર્શ સ્કૂલ, નવા ગંજથી બનાસ ડેરી.
- સુવર્ણ ભૂમિ પાર્ટી પ્લોટ, હનુમાન ટેકરી, સુખબાગ રોડ, કોઝી, ગુરુનાનક ચોક, અમીર રોડ ગઢામણ દરવાજા, ગલબા કાકાનું સ્ટેચ્યુ, મીરા દરવાજા, જનતાનગર, પોલીટેકનિકલ કોલેજ, ધનિયાણા ચોકડીથી રતનપુર.
- એરોમા સર્કલ, ન્યુ બસ પોર્ટ, કોઝી, ગુરુનાનક ચોક, કીર્તિસ્તંભ, સિવિલ હોસ્પિટલ, દિલ્હી ગેટ, કંથેરિયા હનુમાન, માલણ દરવાજા, પોલીટેકનિકલ કોલેજ, ધનિયાણા ચોકડી, રામપુરા ચોકડી, સદરપુર ચોકડી, નવા આરટીઓ, પારપડા ચોકડી, હનુમાન ટેકરીથી એરોમા સર્કલ.
- કીર્તિસ્તંભ, ગુરુનાનક ચોક, કોઝી, ન્યુ બસ પોર્ટ, એરોમા સર્કલ, હનુમાન ટેકરી, પારપડા ચોકડી, રૂપપુરા ભવ્ય રેસીડેન્સી, મોરીયા મેડિકલ કોલેજ.
- ગણેશપુરા, સોનબાગ મીરાગેટ, તીનબત્તી, મોટી બજાર, દિલ્હી ગેટ, અમીર રોડ, ગુરુનાનક ચોક, કોઝી, ન્યુ બસ પોર્ટ, એરોમા સર્કલ, મેડી પોલીસ, જોડનાપુરાથી કમલમ ચડોતર.
- તિરુપતિ રાજનગર, જૂના આરટીઓ, માવજત, હરીપુરા ચોકડી, લક્ષ્મણ ટેકરી, દિલ્હી ગેટ, સીમલા ગેટ, સંજય ચોક, ગુરુનાનક ચોક, કોઝી, ન્યુ બસ પોર્ટ, કૈલાસ મંદિર બેચરપુરા, ગઠામણ પાટિયાથી એન્જિનિયરિંગ જગાણા.
