Surat Weather Forecast: આજે પવન સાથે હળવા વરસાદની આગાહી, જાણો આગામી 7 દિવસનું વેધર ફોરકાસ્ટ

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આજે સુરતમાં પવન સાથે છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 06 Aug 2026 07:00 AM (IST)Updated: Thu, 06 Aug 2026 07:00 AM (IST)
surat-weather-forecast-today-and-tomorrow-august-6-2026

Surat Weather Forecast Today and Tomorrow | આજનું સુરતનું હવામાન (6 ઓગસ્ટ 2026): આજે સુરત શહેરમાં હવામાન વિભાગ દ્વારા પવન સાથે છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, 7 થી 11 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની કોઈ ચેતવણી ન હોવાથી શહેર અને જિલ્લા માટે આ રાહતના સમાચાર છે. મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રીની આસપાસ રહેવાનો અંદાજ છે. વાતાવરણમાં ભેજનું વધુ રહેવાથી લોકોને ભારે બફારો અનુભવાશે. અત્યાર સુધીમાં સુરત જિલ્લામાં સિઝનનો 54.69% વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

સુરતમાં આજે કેવું રહેશે હવામાન?

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આજે સુરતમાં પવન સાથે છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. 7થી 11 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની કોઇ ચેતાવણી ન હોવાથી શહેર માટે રાહતની વાત છે. જોકે શહેર અને જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ કે ઝાપટાં વરસી શકે છે.

સુરતમાં આજે કેટલું રહેશે તાપમાન?

સુરત શહેરના મહત્તમ અને લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો આજે મહત્તમ તાપમાન 31 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સુધી રહી શકે છે. 11 ઓગસ્ટ સુધી શહેરમાં મહત્તમ તાપમાન 30થી 32 ડિગ્રીની આસપાસ અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. શહેરમાં 5થી 11 ઓગસ્ટ દરમિયાન ભેજનું પ્રમાણ મહત્તમ 90 અને લઘુત્તમ 85થી 88ની આસપાસ રહી શકે છે.

ગુજરાતના અન્ય જિલ્લાઓ અંગે શું છે હવામાનની આગાહી

હવામાન વિભાગ અનુસાર, આજે 6થી 11 ઓગસ્ટ 2026 દરમિયાન વલસાડ, ડાંગ, નવસારી, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, આણંદ, ખેડા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, વાવ-થરાદ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, ભાવનગર, અમરેલી, જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગ અનુસાર, 12થી 15 ઓગસ્ટ દરમિયાન અમદાવાદ, સુરત, નવસારી, વલસાડ, મહેસાણા સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ક્યાંક ક્યાંક ધોધમાર વરસાદની શક્યતા પણ છે.

અનેક સિસ્ટમ સક્રિય હોવાથી હવામાનમાં અસર જોવા મળી શકે

હાલમાં ચોમાસાનો ટ્રફ તેની સામાન્ય સ્થિતિ કરતાં સરેરાશ સમુદ્ર સપાટીએ ઉત્તર દિશામાં ખસ્યો છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મધ્ય અને ઉપલા ટ્રોપોસ્ફેરિક વેસ્ટર્લીઝમાં ટ્રફ તરીકે સક્રિય છે. ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના પડોશમાં નીચલા ટ્રોપોસ્ફેરિક સ્તરે એક સાઇક્લોનિક સર્ક્યૂલેશન સર્જાયું છે. ઉત્તરપૂર્વ બિહાર અને અડીને આવેલા સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમ પર, મધ્ય આસામ પર નીચલા અને મધ્ય ટ્રોપોસ્ફેરિક સ્તરો વચ્ચે, ઉત્તરપૂર્વ બાંગ્લાદેશ તથા તેના પડોશમાં નીચલા ટ્રોપોસ્ફેરિક સ્તરે અને દક્ષિણ આંતરિક કર્ણાટક અને તેના પડોશમાં મધ્ય ટ્રોપોસ્ફેરિક સ્તરે અપર એર સાઇક્લોનિક સર્ક્યૂલેશન સક્રિય છે. આમ મોન્સૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇક્લોનિક સર્ક્યૂલેશન સહિતની સિસ્ટમની અસર હવામાન પણ જોવા મળી શકે છે.

સુરત જિલ્લામાં સિઝનનો કુલ વરસાદ વરસ્યો

ચોમાસું 2026ની સિઝનમાં અત્યારસુધીમાં સુરત જિલ્લામાં સરેરાશ 874 મિ.મી.ની સરખામણીએ 478 મિ.મી. વરસાદ વરસી ચૂક્યો છે. એટલે કે સિઝનનો 54.69 ટકા વરસાદ અત્યારસુધીમાં થયો છે. અહીં જિલ્લામાં તાલુકાવાર સિઝનનો કેટલો વરસાદ પડ્યો તેની વિગતો અહીં કોષ્ટકમાં આપવામાં આવી છે.

તાલુકા એવરેજ વરસાદ(1996-2025) સિઝનનો વરસાદ વરસાદની ટકાવારી
અંબિકા 1653 2504 151.48
અરેઠ 1521 930 61.14
બારડોલી 1511 1693 112.05
ચોર્યાસી 1313 900 68.55
કામરેજ 1491 1780 119.38
મહુવા 1653 1605 97.1
માંડવી 1521 871 57.26
માંગરોળ 1447 1155 79.82
ઓલપાડ 1075 1232 114.6
પલસાણા 1512 2106 139.29
સુરત શહેર 1463 1602 109.5
ઉમરપાડા 2010 2189 108.91
જિલ્લાની સરેરાશ 1514.17 1547.25 102.18